– ક્વોરી ઉદ્યોગકારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર, અનિશ્ચિત કાળ સુધી બ્લેક્ટ્રેપ ખનિજનું વેચાણ તેમજ ઉત્પાદન બંધ રાખશે
- ક્વોરી ઉદ્યોગકારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર, અનિશ્ચિત કાળ સુધી બ્લેક્ટ્રેપ ખનિજનું વેચાણ તેમજ ઉત્પાદન બંધ રાખશે... - ગુજરાત સરકાર દ્વારા રાજ્યની લગભગ ૬૦ ટકા ક્વોરી ઉદ્યોગોના ATN લોક કરવામાં આવ્યા છે અને ક્વોરી લીઝો બંધ કરવામાં આવી છે, તો જ્યાં સુધી આ ક્વોરી લીઝો ચાલુ કરવામાં ન આવે અને સરકાર દ્વારા ૧૭-૦૫-૨૦૨૨ ના રોજ સમાધાન કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવે ત્યાં સુધી " ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન " દ્વારા અચોક્કસ મુદત માટે હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આજ રોજ તા.૦૧-૧૦-૨૦૨૪ રાત્રે ૧૨-૦૦ કલાકથી સમગ્ર ગુજરાત રાજ્યના ક્વોરી ઉદ્યોગો દ્વારા અનિશ્ચિત કાળ સુધી વેચાણ તેમજ ઉત્પાદન બંધ કરવામાં આવશે.