Uncategorized

ગુજરાત માં ભારે વરસાદ ના કારણે આમીઁની મદદ લેવામા આવી

*ગુજરાત વરસાદ બ્રેકીંગ:* 🔸ગુજરાત માં ભારે વરસાદને પગલે આર્મીની મદદ લેવાઈ: પાંચ ટુકડી આવે છે. 🔸રાજ્યના અલગ અલગ સ્થળોએ એક એક કોલમ રાખશે. 🔸કચ્છથી અમદાવાદ જતા સામખિયાળી માળિયા હાઇવે બંધ. 🔸મોરબીના મચ્છુ-૨ ડેમના ૩૨ દરવાજા ખોલતા પાણી રસ્તા પર ફરી વળ્યા. 🔸અમદાવાદ,રાજકોટ,જામનગર જતા તમામ વાહનોને મોરબીના બદલે રાધનપુર હાઇવે પર ડાયવર્ઝન અપાયું. 🔸ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ. 🔸મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ વધી, 15 કિમીની ઝડપે રાજસ્થાન તરફ વધી રહી છે સિસ્ટમ. 🔸આગામી થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે સિસ્ટમ ગુજરાતના ડીસાથી 250 કિમી દૂર સિસ્ટમ સક્રીય છે. 🔸29 ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આગળ વધશે સિસ્ટમ. 🔸ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. 🔸ભારે વરસાદથી ગુજરાતમાં આકસ્મિક પૂરનો ખતરો! 🔸આણંદ, અરવલ્લી, બનાસકાંઠામાં ફ્લેશ ફ્લડ આવી શકે. 🔸ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગરમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ. 🔸મહેસાણા, ખેડા, મહિસાગર, નર્મદામાં ફ્લેશ ફ્લડનું એલર્ટ. 🔸નવસારી, પાટણ, સાબરકાંઠામાં પણ ફ્લેશ ફ્લડ આવી શકે. 🔸સુરત, તાપી, વડોદરા, વલસાડમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ. 🔸ભાવનગર, જામનગર, મોરબી, કચ્છમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ. 55 કિમીની ઝડપે તોફાની પવન સાથે વરસાદની આગાહી. 🔸ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર ચિંતિતં 🔸Alert : આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે અને રેડ એલર્ટ (Alert) જાહેર કરાયુ છે, કારણ કે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. હાલ 15 કિમીની ઝડપે આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જશે. સિસ્ટમ ગુજરાતના ડીસાથી 250 કિમી દુર છે જેથી ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 🔸બિનજરૂરી બહાર ન નિકળવું અને સલામત સ્થળે રહીને પોલીસ તેમજ તંત્રને સહકાર આપવાની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અપીલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!