હવે સાબરકાંઠા જિલ્લાના કેન્સર સંબધી દર્દીઓને ઘર આંગણે મળશે આરોગ્ય લક્ષી સુવિધાઓ – વાંચો અહેવાલ
જિલ્લા મથક હિમતનગર માં અમદાવાદ ની ખ્યાતનામ ઝાયડસ હોસ્પિટલ ના નિષ્ણાંત તબિબોની નિયમિત ઓપીડી
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લા ના પ્રજાજનો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે.હવે બંન્ને જિલ્લાના કેન્સર સંબધી દર્દીઓને અમદાવાદ કે મોટા શહેરો સુધી લાંબુ નહી થવું પડે અને ઘર આંગણે જ જિલ્લા મથક હિમતનગર શહેરમાં રાજ્યની નામાંકીત ઝાયડસ હોસ્પિટલ ના નિષ્ણાંત તબિબોની નિયમિત ઓપીડી શરૂ થતા દર્દીઓને ઘર આંગણે આરોગ્ય લક્ષી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે..
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય ની નામાંકીત ઝાયડસ હોસ્પિટલ દ્વારા રાજ્યના અંતરીયાળ વિસ્તાર ના કેન્સર સંબધી દર્દીઓને મોટા શહેરો સુધી તબિબિ સારવાર માટે દોડવું ન પડે તે ઉદ્દેશ સાથે સાબરકાંઠાના જિલ્લા મથક હિમતનગર ખાતે નિયમીત ઓપીડી સવારે ૧૦ થી ૧૨ શરૂ કરવામાં આવી છે.આ ઓપીડી માં ૪૫૦૦ થી વધુ કેન્સરની શસ્ત્રક્રિયા અને વીસ હજાર થી વધુ કેન્સરના સંતુષ્ટ દર્દીઓની સારવાર કરનાર ડૉ.સુપ્રીત ભટ્ટ,ડૉ.પ્રતિક પી લોઢા,એમ.એસ.ઓર્થો ઉપસ્થિત રહી સારવાર પુરી પાડશે તેમ જાણવા મળેલ છે.