તલોદના તાજપુર કેમ્પ પાસે અકસ્માત માં બાઇક ચાલક યુવાનનુ કરૂણ મોત થતા અરેરાટી
મૃતકની લાશને તલોદ સિવિલ હોસ્પિટલ માં પી.એમ.અર્થે ખસેડાઇ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ને જોડતા આંત્રોલીવાસ દોલજી – તાજપુર કેમ્પ એપ્રોચ માર્ગ ઉપર આજે બપોર ના સુમારે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં બાઇક ચાલક નુ કણસતી હાલતમાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદના આંત્રોલીવાસ દોલજી થી તાજપુર કેમ્પ એપ્રોચ માર્ગ ઉપરથી મેહુલ અશ્વિનકુમાર નાડીયા ઉ.વર્ષ ૩૨ રહે.આંત્રોલી વાસ દોલજી પોતાના કબ્જાની બાઇક લઈને બપોર ના સુમારે પસાર થઈ રહ્યો હતો.ત્યારે માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માતનો ભોગ બનતા શરીરે માથાના ભાગે પહોચેલ ગંભીર લોહીયાળ ઈજાને કારણે ઘટના સ્થળે જ કણસતી હાલતમાં કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજતા ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આ બનાવની જાણ મૃતકના પરિવારજનો ને થતા અકસ્માત માં અકાળે જુવાનજોધ દીકરા ના નિપજેલા મોતને પગલે રોકકડ કરી મુકતા ગમગીની છવાઈ ગઈ હતી.જે બનાવ અંગે તલોદ પોલીસને જાણ કરતા હે.કો દિનેશભાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને તલોદ સિવિલ હોસ્પિટલ માં પી.એમ અર્થે ખસેડી સ્થળ પંચનામું કરી અકસ્માત ની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ લખાય છે.ત્યાં સુધી તલોદ પોલીસ દફતરે અકસ્માત ની તપાસ ચાલી રહી હોઈ કોઈ ગુનો નોધાયો નથી