
તલોદ માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગ ના મિની વેકેશન બાદ આજથી પુન : ધમધમશે,
સોમવાર સાંજ થી જ ખેડૂતો ઉપજ વેચવા ભારવાહક વાહનોમાં ભરી ઉમટ્યા
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાઠા જિલ્લાના વેપારી મથક તલોદ માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગ ના કારણે છેલ્લા પાંચ દિવસથી બંધ તલોદ યાર્ડ આજથી પુન :રાબેતા મુજબ ધમધમતું થશે.ખેત પેદાશોની આવકથી છલકાશે..
પ્રાપ્ત માહિતી પ્રમાણે હિસાબી મહિનો માર્ચ એન્ડીગ હોઈ તલોદ માર્કેટયાર્ડ ગત ૨૮ માર્ચથી ૧ એપ્રિલ સુધી એટલે કે સતત પાંચ દિવસ બંધ રહેતા માર્કેટયાર્ડ માં મિની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.આજ રોજ તા.૨ એપ્રિલ થી પુન માર્કેટયાર્ડ ખુલવાનું હોઈ સોમવાર સાંજ થી જ ખેડૂતો ઘઉ સહિત ની ઉપજ ભારવાહક વાહનોમાં ભરીને વેચાણ અર્થે ઉમટી પડ્યા છે.આજથી તલોદ યાર્ડમાં રાબેતા મુજબ જાહેર હરાજી થકી ખેતપેદાશો ની ખરીદી કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી વિમલ ભટ્ટે જણાવ્યું હતું.