ખેડવા ચેક પોસ્ટ નજીકથી લૂટ અને ધાડનો આરોપી ઝડપાયો – વાચો અહેવાલ
રાજસ્થાનના મામેર તરફથી આવતી ઈકો કાર માં થી ઝડપી લીધો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ મથકના લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા પાંચ મહિના થી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ખેડવા ચેક પોસ્ટ પાસેથી વાહન ચેકીગ દરમ્યાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી ને ધ્યાન માં લઈ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચકક્ષાએ થી આદેશને પગલે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેડવા ચેક પોસ્ટ ખાતે પી.એસ.આઇ એ.વી જોષી તથા વાસુભાઇ,અક્ષયભાઈ સહિત સ્ટાફ ના માણસો વાહન ચેકીંગ કરી રહ્યા હતા.જે દરમ્યાન રાજસ્થાન ના મામેર તરફથી આવતી એક ઈકો કારને થોભાવતા કારમાં સવાર એક ઈસમ શંકાસ્પદ જણાતાં તેની પુછપરછ કરતાં તેનુ નામ કાતીભાઇ સાયબાભાઇ પારધી રહે.પોણાઇ,તા.ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા હોવાનું જણાવતા પોકેટકોપ ની મદદથી નામ સર્ચ કરી જોતા આ ઈસમ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના આજથી પાંચ મહિના અગાઉ નોધાયેલ લૂટ અને ધાડના ગુનાનો આરોપી અને નાસ્તો ફરતો હોવાનુ જણાતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પી.એસ.આઇ એ.વી જોષી માહિતી આપતા જણાવ્યું હતું.