તલોદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કાર્યકારી ચેરમેનની નિમણૂંક કરાઇ
વર્તમાન ચેરમેનની નાદુરસ્ત તબિયત ને કારણે કાર્યકારી ચેરમેનની નિમણૂંક
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ ખાતે આવેલ તલોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વર્તમાન ચેરમેન શિવુભાઇ મુળજીભાઈ પટેલ(તલોદગામ) ની નાદુરસ્ત તબિયત ને કારણે તેમને રાજીનામું મુકતા નવા કાર્યકારી ચેરમેન માટે આજ રોજ ખરીદ વેચાણ સંઘના હોલ ખાતે બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ની મિટીગ મળી હતી.
જે મળેલી મિટીંગ માં કાર્યકારી ચેરમેન તરીકે પટેલ રાકેશકુમાર જીવણભાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવતા વરણીને આવકારી બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશ પટેલ,પૂર્વ ચેરમેન મહેશ પંડ્યા, ન.પા.પુર્વ ઉપ પ્રમુખ ઋતુલ પટેલ,નરેન્દ્રભાઇ પટેલ, પ્રકાશસિંહ ઝાલા,જિલ્લા સદસ્ય ગણપતસિહ ઝાલા,પ્રવિણભાઈ રાવલ(ચેરમેન -તલોદ ગ્રાહક ભંડાર) વગેરે ઉપસ્થિત રહી નવા વરાયેલ ચેરમેન ને શુભેચ્છાઓ પાઠવી હતી..