
તલોદ બજાર મધ્યે બંધ કરિયાણા ના બે પતરાં ના ગોડાઉનમાં લાગી આગ – વાંચો અહેવાલ
આગ લાગવાનું કારણ અકબંધ ,આગની ઘટનામાં હજારો રૂપિયાનું નુકશાન નો અંદાજ
દોઢ કલાક ની જહેમત બાદ આગ બુઝાવી ,તલોદ, પ્રાંતિજ, હિંમતનગર ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચી આગ બુઝાવી
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
હોલીકા પર્વના દિવસે જિલ્લાના વેપારી મથક તલોદ બજાર મધ્યે આવેલ કરિયાણા ના બે વેપારી ના બંધ પતરાં ના ગોડાઉનમાં આગ લાગતાં ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં આગના બનાવ અંગે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો.


Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ બજાર મધ્યે કાલીદાસ વીરચંદ અને છોટાલાલ મગનલાલ ના આવેલ કરિયાણા ના પતરાં ના બે ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભુકી ઉઠતા જોત જોતામાં આગના ધુમાડાના ઘોટેઘોટા નિકળતા ભીષણ આગ ભભુકી ઉઠી હોવાની જાણ સ્થાનિકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં આગના બનાવ અંગે તલોદ પોલીસ અને ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા તલોદ નગરપાલિકા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે પ્રાંતિજ અને હિંમતનગર થઈ પણ આગને બુઝાવવા માટે ફાયર ફાઈટર ને બોલાવાની ફરજ પડી હતી.આગની ઘટનામા ગોડાઉનમા રહેલો તમામ સર સામાન બળીને રાખ થઈ ગયો હતો. સતત દોઢેક કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જે બનેલી આગમાં બંન્ને વેપારી ભાઈઓ ને અંદાજે હજારો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.આગ લાગવા પાછળ નું કારણ હાલ તો અકબંધ રહ્યું છે જોકે કોઈ જાનહાની નહીં થતાં સ્થાનિકો આસપાસના રહીશો રાહતનો શ્વાસ લીધો હતો…