E-Paperઅમદાવાદઅરવલ્લીગાંધીનગરગુજરાતટોચના સમાચારસાબરકાંઠા

પિતા નું નિધન છતાં દિકરીએ બોર્ડની પરીક્ષા પૂરી કરી – વાચો અહેવાલ 

આજે ધો.૧૦  બોર્ડની પરીક્ષા ના છેલ્લા દિવસે જ વિદ્યાર્થીનીના પિતાનું નિધન

પિતા નું નિધન છતાં દિકરીએ બોર્ડની પરીક્ષા પૂરી કરી – વાચો અહેવાલ 

આજે ધો.૧૦  બોર્ડની પરીક્ષા ના છેલ્લા દિવસે જ વિદ્યાર્થીનીના પિતાનું નિધન
તલોદ ન્યુઝ -હિતેશ શાહ
તલોદના માધવગઢ  ગામમાં પટેલ પરિવાર ની દિકરી -જે ધો.૧૦મા અભ્યાસ કરતી વિદ્યાર્થી ની બોર્ડની પરીક્ષા ના છેલ્લા પ્રશ્નપત્રના દિવસે જ પિતા નું અવસાન થયું હોવા છતાં પરીક્ષા ખંડ પહોચી મનોબળ જાળવી રાખી પરીક્ષા આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના માધવગઢ ગામના નરેન્દ્રભાઇ રણછોડભાઈ પટેલ ઉ.વર્ષ ૬૨  જેઓ કેટલાક સમયથી તબિયત નાજુક હતી.જેમની દિકરી આસ્થા ધો.૧૦ માં અભ્યાસ કરતી આ આસ્થાની પરીક્ષા તલોદ ખાતે આવેલ સી.ડી.પટેલ હાઇસ્કુલ ના પરીક્ષા ખંડમાં બેઠક નંબર આવ્યો હતો.જેને પિતા ની નાદુરસ્ત તબિયત વચ્ચે પિતાની કાળજી સાથે  સાથે બોર્ડની પરીક્ષા શરૂ થઈ ત્યાંર થી તે તનતોડ મહેનત કરી પરીક્ષા આપી રહી હતી.પરંતુ કમનસીબે આજે ધો.૧૦ ની બોર્ડની પરીક્ષા ના હિન્દી વિષયના છેલ્લા પ્રશ્નપત્ર ના દિવસે જ પિતાનુ નિધન થતા એક તરફ પિતાની છત્રછાયા ગુમાવ્યાનો ઘેરો શોક અને બીજી તરફ વર્ષ દરમ્યાન કરેલી મહેનત અને ભવિષ્ય ની કારકીર્દી ના વચ્ચે આવી ઉભેલી વિદ્યાર્થીની આસ્થા જેવું નામ તેવી જ આસ્થા સાથે સહેજ પણ ડગમગ્યા વગર મકકમ નિર્ધાર અને પ્રશ્નપત્ર ની પુરી તૈયારી સાથે સમયસર પરીક્ષા ખંડમા પહોંચી પરીક્ષા આપી બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી હતી.
તલોદના પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીનીના પિતા નું આજે જ નિધન થયાના સમાચાર સાંભળી પરીક્ષા કેન્દ્ર ના સંવાહક ઈશ્વરભાઈ પટેલ સહિત અન્ય સ્ટાફે પણ દુખ વ્યક્ત કરી આસ્થાને દિલાસો અને સાંત્વના આપી હતી…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!