સોના ચાદીના દાગીના પોલીસ કરી આપવાના બહાને છેતરપિંડી આચરતા બિહારી ગેંગ ના ત્રણ સાગરીતો ઝડપાયા – વાચો અહેવાલ
મોડાસા,મેઘરજ પોલીસ મથકે છેતરપિંડી નોધાયેલ ગુનાનો ગણતરી ના દિવસોમાં જિલ્લા એલસીબી ભેદ ઉકેલ્યો
૩ મોબાઇલ,એક બાઇક મળી કુલ રૂ.૬૧૬૬૫/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સોના અને ચાદીના દાગીના ધોઈ પોલીસ કરી આપવાના બહાને અલગ અલગ વિસ્તાર માં ફરી ઠગ કિમીયાગરો પોતાનો મનસુબો પાર પાડી છેતરપિંડી આચરતા બિહારી ગેંગ ના ત્રણ સાગરીતોને અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ગણતરી ના દિવસોમાં છેતરપિંડી ના બનાવનો ભેદ ઉકેલી ત્રણેય ઠગ ગઠીયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના જિલ્લા મથક મોડાસા અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ થી સોના- ચાદી ના દાગીના ધોઈ આપવાના બહાને ઠગાઇ અને છેતરપિંડી આચરતી ઠગ ટોળકી સક્રિય થઈ હતી.આ ટોળકી એ પોતાનો મલિન ઇરાદો પાર પાડવા ગ્રાહકોને વિશ્વાસ માં લઈ કંપનીમાં થી આવી એ છે તાબા-પિતળના વાસણો સહિત ઘરેણા પણ પોલીસ કરી ચકાચક કરી આપીએ છે તેમ કહી ઘરેણા પોલીસ કરવાના બહાને લઈ જુઠ્ઠા ઘરેણા પધરાવી મોડાસા અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી બે પરિવાર સાથે લાખ્ખો રૂપિયાના દાગીના કળા કરી સેરવી લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા.જે સંદર્ભે બંન્ને ઘટનામાં પોલીસ દફતરે છેતરપિંડી ની ફરિયાદ નોધાઈ હોઈ જિલ્લા એલસીબી ટીમ સક્રિય બની હતી.આ એક જ મોડસ ઓપરેન્ડી થી અન્ય બનાવો બનવાની સંભવનાઓ જોતા જિલ્લા એલસીબી પી.આઇ ડી.બી વાળા ની નિગરાની હેઠળ અલગ અલગ ટીમો, ખાનગી બાતમીદારો અને ટેકનોલોજી પોકેટકોપ ની મદદ થી આ ઠગતી ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કરતા અપાચે બાઈક નં જી.જે.૧૬ એ.પી ૪૫૦૫ લઈને આવતા હોવાનુ અને એક નહીં પણ ત્રણ ઈસમોની સંડોવણી હોવાનું જણાઈ આવતા આ પરપ્રાંતિય બિહારી ગેંગ ના ત્રણ સાગરીતો ને રંગેહાથ ૩ મોબાઇલ, એક બાઈક તથા પોલીસ કરવાના સામાન સાથે રૂ. ૬૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોડાસા અને મેઘરજ પોલીસ સ્ટેશન મથકે નોધાયેલ છેતરપિડી ના બંન્ને ગુનાનો ગણતરી ના દિવસોમાં ભેદ ઉકેલવામાં જિલ્લા એલસીબી ટીમને સફળતા મળી હોવાનું જિલ્લા એલસીબી પીઆઇ ડી બી વાળા એ માહિતી આપતા જણાવ્યું હતું.
પકડાયેલ આરોપીઓ:-
(૧) જીતેન્દ્રકુમાર ગીરો મંડલ ઉ.વ.૨૬ મુળ રહે,હરીનકોલ, તા.ધમદાહા,જી.પુર્ણીયા (બિહાર) હાલ રહે. ખારી ફળીયા, ગોધરા, તા.જી.ગોધરા.
(૨) પંકજકુમાર ગીરો મંડલ ઉ.વ.૩૪ મુળ રહે.હરીનકોલ, તા.ધમદાહા,જી.પુર્ણીયા, (બિહાર) હાલ રહે.ખારી ફળીયા, ગોધરા,તા.જી.ગોધરા
(૩) અમીતકુમાર ભાગવત મંડલ ઉ.વ.૩૧ મુળ રહે.મધરોની, તા.રંગરા ચોક,જી.ભાગલપુર, (બિહાર)હાલ રહે.ખારી ફળીયા, ગોધરા,તા.જી.ગોધરા.